Top
Livelihood Portal
Udant
Search

આમ આદમી વિમા યોજના

આમ આદમી વિમા યોજના કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા પુરસ્કૃત યોજના છે. જે લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા, ગાંધીનગર દ્વારા સંચાલીત છે.

યોજનાનો ઉદેશ, વ્યાપ અને પાત્રતા:

સદર યોજનાનો ઉદેશ રાજયના ગ્રામ્ય વિસ્તારના ગરીબીરેખા હેઠળ જીવતા 0 થી 16 ગુણાંક ધરાવતા જમીન વિહોણા અને 18 થી 59 વર્ષની ઉમર ધરાવતા ગ્રામીણ જમીન વિહોણા કુટુંબના વડાનું અથવા કુટુંબના કમાનાર સભ્યનું કુદરતી મૃત્યુ અથવા અકસ્માતના કિસ્સામાં મૃત્યુ કે કાયમી અશકતતા અને અંશતઃ કાયમી અશકતતાના કિસ્સામાં ઉકત કુટુંબના વારસદાર/નોમીનીને વિમા સુરક્ષા દ્વારા આર્થિક સહાય આપવાનો છે.

આ યોજના હેઠળ સભ્ય તરીકે નોંધણી માટે ગરીબીરેખા હેઠળ 0 થી 16 ના ગુણાંક ધરાવતા જમીન વિહોણા કુટુંબના વડા અથવા કુટુંબના કમાનાર વ્યક્તિ કે જે 18 થી 59 વર્ષની ઉમર ધરાવતી હોય તેની પાત્રતા રહેશે. આ યોજના હેઠળ કોઈપણ પ્રકારની લોન મળી શકશે નહી.

આમ આદમી વિમા યોજના હેઠળ વિમા સુરક્ષાઃ

સદર યોજના હેઠળ આવરી લેવાયેલ સભ્ય કે જેઓ કુટુંબના વડા અથવા કમાતા સભ્ય હોય અને તેમનું અકસ્માતથી મૃત્યુ કે કુદરતી મૃત્યુ થવાના કારણે અથવા અકસ્માતથી થતી કાયમી અસમર્થતતા કે આંશિક કાયમી અસમર્થતતાના કિસ્સામાં નીચે દર્શાવ્યા મુજબની વિમા સુરક્ષા પુરી પાડવામાં આવશે.

  • માસ્ટર પોલીસીની નિશ્ચિત નકકી થયેલ મુદત સુધીમાં સભ્તયનું કુદરતી રીતે મૃત્યુ થાય તો વારસદાર/નોમીનીને રૂ.30,000/- ની વિમાની રકમ ચુકવવાની રહેશે.
  • અકસ્માતથી મૃત્યુના કિસ્સામા તથા સંપૂર્ણ કાયમી અશકતતાના કિસ્સામાઃ રૂ. 75,000/-
  • અકસ્માતથી બે આંખ ગુમાવવી કે બે હાથ કે બે પગ ગુમાવવાના સંપૂર્ણ કાયમી અશકતતાની કિસ્સામાં અથવા એક આંખ અને એક હાથ કે બે પગ ગુમાવવાના સંપૂર્ણ કાયમી અશકતતાની કિસ્સામાઃ- રૂ. 75,000/-
  • અકસ્માતના કારણે એક આંખ અથવા એક હાથ કે એક પગ ગુમાવનાર આંશિક કાયમી અશકતતાના કિસ્સામાઃ રૂ. 37,500/-

વય મર્યાદા અને પાત્રતાઃ

  • સભ્યની ઉમર 18 થી 59 વર્ષ વચ્ચેની હોવી જોઈએ
  • ગરીબીરેખા નીચે જીવતા જમીન વિહોણો કુટુંબના મુખ્ય વડા અથવા આવા કુટુંબની કમાતી એક વ્યક્તિ

દાવા પતાવટ પ્રક્રિયા બાબતઃ

દાવાની પતાવટ પ્રક્રિયા નીચે મુજબની રહેશે.

  • મૃત્યુના કિસ્સામાં મૃતક સભ્યના વારસદાર/નોમીનીએ તેમજ કાયમી સંપૂર્ણ/આંશિક અસમર્થતતાના કિસ્સામાં લાભાર્થીએ પોતે ગ્રામકક્ષાએ તલાટી કમ મંત્રીને નિયત નમુનામાં અરજી કરવાની રહેશે. અરજી પત્રક ભરવામાં તલાટી કમ મંત્રી, ગ્રામસેવક કે ગ્રામમિત્રની મદદ કરશે.
  • નિયત અરજી ફોર્મમાં જણાવ્યા મુજબ જરૂરી આધાર જેવાકે મૃત્યુ પ્રમાણપત્ર, રેશનકાર્ડ, જન્મના દાખલાનું પ્રમાણપત્ર, શાળા પ્રમાણપત્ર, મતદાન ઓળખકાર્ડ (ચુંટણીપંચે આપેલ) અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં એક એફ.આઈ.આરની નકલ, પોસ્ટમોર્ટમ રીપોર્ટ રજુ કરવાનો રહેશે.
  • ડેઝીગનેટેડ અધિકારીશ્રી મારફત લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા, ગાંધીનગરને વિમા કલેઈમ મોકલવાનો રહેશે.
  • દાવાની પતાવટ અંગેની ચકાસણી લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા, ગાંધીનગરની પેન્શન અને ગૃપ સ્કીમ યુનિટ, ગાંધીનગર મારફતે કરવામાં આવશે.
  • કાયમી અસમર્થતા/નુકશાનના કિસ્સામાં સરકારી/સાર્વજનિક હોસ્પીટલના અધિકારીનું પ્રમાણપત્ર (અથવા કોઈ પણ રજીસ્ટર્ડ તબીબી અધિકારીનું પ્રમાણપત્ર)
  • રાજય સરકાર દ્વારા નિયુકત કરાયેલ અધિકારીશ્રી (ડેઝીગનેશન અધિકારી) દ્વારા અપાયેલ પ્રમાણપત્ર જે તે વ્યક્તિ ગરીબીરેખા હેઠળ હોવાનો અંતિમ પુરાવો રહેશે.
  • દાવાની મળવાપાત્ર રકમ સભ્યા વારસદાર/નોમીનીના બેન્ક ખાતામાં અથવા પોસ્ટ ઓફીસના ખાતામાં લાઈફ ઈન્સ્યારન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા, ગાંધીનગરે જમા કરાવવાની રહેશે.
  • કાયમી અસમર્થતા/નુકશાનીના કિસ્સામાં દાવાની મળવાપાત્ર રકમ તેમના પોતાના બેંક ખાતામાં અથવા પોસ્ટ ઓફીસના ખાતામાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા, ગાંધીનગર દ્વારા અરજદાર દ્વારા દાવો કર્યેથી મોડામાં મોડું 15 દિવસની અંદર જમા કરાવવાની રહેશે.
  • રાજય સરકારની કે કેન્દ્ર સરકારની અન્ય કોઈ યોજના હેઠળ જો કોઈ લાભ મળતો હશે તો તે ઉપરાંત આ યોજનાનો લાભ આપવાનો રહેશે.

આ યોજના માટે અમલીકરણ અને ડેઝીગ્નેટેડ અધિકારીઃ

યાજના હેઠળના દાવાઓ ડેઝીગ્નેટેડ અધિકારી-તાલુકા વિકાસ અધિકારી દ્વારા લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેસન ઓફ ઈન્ડીયા, ગાંધીનગરને મોકલી આપવાના રહેશે

અ.નં. વિસ્તાર અધિકારીશ્રી
1 ગ્રામ્યકક્ષાએ તલાટી કમ મંત્રીશ્રી/ગ્રામસેવક
2 તાલુકાકક્ષાએ તાલુકા વિકાસ અધિકારીશ્રી (ડેઝીગ્નેટેડ અધિકારી)
3 જિલ્લાકક્ષાએ નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, (નોડલ અધિકારી)

નિયંત્રણ અધિકારીઃ

આ યોજનાનું અમલીકરણ, સંકલન તથા મોનીટરીંગ સબંધિત જિલ્લાના નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ તેઓના સીધા નિયંત્રણ હેઠળ કરવાનું રહેશે.

આ યોજના અન્વયે દાવાની રકમ મૃકના કાયદેસરના વારસદારને ચુકવવાની રહેશે. આ માટે ધ્યાને લેવાની થતી પ્રવર્તમાન સુચનાઓ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.

આમ આદમી વિમા યોજનાની કામગીરીઓની માહિતી વિગત માટે અહીં ક્લીક કરો Download PDF